News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યના લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઠાકરે સરકારે CNG પર વેલ્યુ એડેડ ટેક્સના દરો ઘટાડવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
આથી એક એપ્રિલથી રાજ્યમાં સીએનજી પર 13.5 ટકાની જગ્યાએ ફક્ત 3 ટકા જ આપવા પડશે.
એટલે કે સીએનજીના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઈ જશે અને ગ્રાહકોને સીએનજી માટે ઓછા રૂપિયા આપવા પડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં મહાનગર ગેસ એજન્સી ગેસની સપ્લાઈ કરે છે.
આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે
