News Continuous Bureau | Mumbai
નવું ઘર લેવાનું વિચારી રહેલા લોકોને મહારાષ્ટ્ર સરકારે મોટો ઝટકો આવ્યો છે.
ઠાકરે સરકાર દ્વારા રાજ્યમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો રેડી રેકનરના દરોમાં કરવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રને બાદ કરતાં આખા રાજ્યમાં બધી મહાનગરપાલિકાઓના ક્ષેત્રમાં ૮.૮૦ ટકા જેટલો જંગી વધારો કરવામાં આવ્યો છે.
સાથે જ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૬.૯૬ ટકા જેટલો વધારો રેડી રેકનરના દરમાં કરવામાં આવ્યો છે.
જોકે, મુંબઈગરા માટે રાહતની બાબત એ છે કે રેડીરેકનરના દરમાં સૌથી ઓછો એટલે કે ફક્ત ૨.૩૪ ટકાનો વધારો મુંબઈ મનપા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
આ વધારો પહેલી એપ્રિલ, ૨૦૨૨થી લાગુ થશે અને આર્થિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે લાગુ રહેશે.
નવા ઘરની ખરીદી વખતે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી માટે રેડી રેકનરના દરોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટતા તમામ નિયંત્રણો હટાવ્યા, માસ્ક લગાવવું પણ વૈકલ્પિક; જાણો ક્યારથી અમલમાં આવશે આદેશ