Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં નવુ ઘર લેવું પડશે મોંઘુ, ઠાકરે સરકારે સ્ટેમ્પ ડ્યૂટીના રેડી રેકનરના દરમાં કર્યો આટલા ટકાનો વધારો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

નવું ઘર લેવાનું વિચારી રહેલા લોકોને મહારાષ્ટ્ર સરકારે મોટો ઝટકો આવ્યો છે.

Join Our WhatsApp Channel

ઠાકરે સરકાર દ્વારા રાજ્યમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો રેડી રેકનરના દરોમાં કરવામાં આવ્યો છે. 

મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રને બાદ કરતાં આખા રાજ્યમાં બધી મહાનગરપાલિકાઓના ક્ષેત્રમાં ૮.૮૦ ટકા જેટલો જંગી વધારો કરવામાં આવ્યો છે.

સાથે જ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૬.૯૬ ટકા જેટલો વધારો રેડી રેકનરના દરમાં કરવામાં આવ્યો છે. 

જોકે, મુંબઈગરા માટે રાહતની બાબત એ છે કે રેડીરેકનરના દરમાં સૌથી ઓછો એટલે કે ફક્ત ૨.૩૪ ટકાનો વધારો મુંબઈ મનપા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.

આ વધારો પહેલી એપ્રિલ, ૨૦૨૨થી લાગુ થશે અને આર્થિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે લાગુ રહેશે.

નવા ઘરની ખરીદી વખતે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી માટે રેડી રેકનરના દરોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટતા તમામ નિયંત્રણો હટાવ્યા, માસ્ક લગાવવું પણ વૈકલ્પિક; જાણો ક્યારથી અમલમાં આવશે આદેશ 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version