ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં રસીકરણના અભિયાન ને સારો પ્રતિસાદ મળ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અત્યાર સુધીમાં 10 કરોડ લોકોએ કોરોના રસી લીધી છે.
ઉત્તર પ્રદેશ બાદ 10 કરોડ રસી આપનાર બીજુ રાજ્ય હશે. જેમાં મુંબઈમાં સૌથી વધુ રસી અપાઈ છે.
મહારાષ્ટ્રને 10,01,37,366 ડોઝ આપવામાં અંદાજે નવ મહિના જેટલો સમય લાગ્યો હતો.
જેમાં 6,80,28,164 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સંપૂર્ણ રસીકરણ ધરાવતા લોકોની સંખ્યા 3,20,37,073 થઈ ગઈ છે.
આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળ ત્રીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 8.2 કરોડ ડોઝ આપ્યા છે.
જો કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમી જવાના આરે છે. પણ સંકટ કાયમ છે.