ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકાર વચ્ચેના સંબંધો પહેલાં કરતાં વધુ ખરાબ થયા છે. બેલગામ આ વિસ્તારને લઈને મહારાષ્ટ્ર આક્રમક છે. હવે નોબત એવી આવી છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું કે હું પોતે બેલગામ જઈશ. ત્યાં જો કાનૂન અને વ્યવસ્થા હાથમાં ના રહી તો તે માટે હું જવાબદાર નથી. આ ઉપરાંત જો લોકોના માથા ફોડવામાં આવે તો તેની માટે શિવસેના કે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ન ઠેરવવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સીમા વિવાદનો મામલો ગરમ થઈ જાય તો કોઈએ દિલ્હીના દરવાજા ન ખખડાવવા જોઈએ.
આમ શિવસેનાએ આક્રમક વલણ લીધું છે બીજી તરફ બંને રાજ્યો વચ્ચે સરકારી વાહન વ્યવહાર બંધ થયો છે.
