Site icon

વિધાન પરિષદના ચૂંટણી પરિણામો પછી ઉદ્ધવ ઠાકરેની બહુમતી સરકારમાં ગાબડું પડ્યું- સત્તાધારી એવા આટલા ધારાસભ્યોએ ભાજપને મત આપ્યા- ઉદ્ધવ ઠાકરે વિસામણમાં

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (Uddhav Thackeray Govt)ડેન્જર ઝોનમાં જતી રહી છે. આ ડેન્જર ઝોનમાં જવાનું કારણ એકનાથ શિંદે(Eknath SHinde) નહીં પરંતુ કોંગ્રેસ(Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને શિવસેના(Shivsena)ના ધારાસભ્યો(MLA) છે. આ તમામ પાર્ટીના ધારાસભ્યોએ જોરદાર ક્રોસ વોટિંગ કર્યું છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું નથી. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની મોજુદા સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે તેમની પાસે 165 જેટલા ધારાસભ્યોનું સમર્થન હતું.  હવે મત ગણતરી(voting counting) જોતા ખબર પડી રહી છે કે ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે માત્ર 150 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે 15 ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરે સરકાર પરથી ભરોસો ઊઠી ગયો છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ(devendra Fadnavis) એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ૧૧૨ ધારાસભ્યો હતાં.  હવે તેની સંખ્યા વધીને 133 થઈ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો  :વિધાન પરિષદના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ દળોને આપી પછડાટ- ભાજપના તમામ  ઉમેદવાર જીત્યા જ્યારે કે સરકારને નીચાજોણું થયું- જાણો વિધાન પરિષદની ચુંટણીના પરિણામ અહીં

હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી(Rajyasabha Election)માં ભાજપને 123 મળ્યા હતા.  હવે તે વધીને 135 થઈ ગયા.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version