ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પત્ની નીલમ અને પુત્ર નિતેશ સામે જારી લુકઆઉટ નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે.
પુણે પોલીસના ડીસીપી (ક્રાઈમ) શ્રીનિવાસ ગાધેએ જણાવ્યું કે પોલીસને ડીએચએફએલ તરફથી એક પત્ર મળ્યો
છે, જેમાં રાણે પરિવાર દ્વારા લોનની ચુકવણી અંગે માહિતી આપવામાં આવી છે.
આ પત્રના આધારે પુણે પોલીસે નીલમ રાણે અને નિતેશ રાણે વિરુદ્ધ જારી કરાયેલ લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચી લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને બંને લોન ખાતાને એનપીએ તરીકે જાહેર કરાયા બાદ બંને સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બંને પાસે લગભગ 27 કરોડ રૂપિયા બાકી હતા.
