મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન એકદમ દૂર કરવાના મૂડમાં નથી.
આરોગ્યપ્રધાન રાજેશ ટોપે જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવામાં આવ્યું છે. નવા નિયમોની જાહેરાત 1 જૂને કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 36માંથી 21 જિલ્લા એવા છે કે જેમની પૉઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે, સરકાર આવી જગ્યાએ મુક્તિ આપવા માગતી નથી.
જોકે જ્યાં કેસ ઓછા છે, ત્યાં લૉકડાઉનના પ્રતિબંધોમાં સરકાર આંશિક છૂટ આપશે.
