ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
ચૂંટણીના સોગંદનામામાં માહિતી છુપાવવી મહારાષ્ટ્રના રાજ્યમંત્રી બચ્ચુ કડુને મોંઘી પડી છે.
મહારાષ્ટ્ર ની અમરાવતી કોર્ટે રાજ્યના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની જેલની સજા ફટકારી છે.
કોર્ટે 2014ની વિધાનસભા ચૂંટણીના નામાંકન પત્રમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ ચુકાદાને બચ્ચુ કડુ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે.
બચ્ચુ કડુ અચલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે.