ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે.
આ શ્રેણી સતત વધી રહી છે અને હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.
મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે.
એકનાથ શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત થયા છે.
