News Continuous Bureau | Mumbai
Maharashtra Municipal Election 2026 મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાઓ માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મતદાન થવાનું છે. જોકે, મતદાનના ૧૨ દિવસ પહેલા જ રાજ્યભરમાંથી ૬૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર થયું હતું. આમાં ભાજપના સૌથી વધુ ૪૫ ઉમેદવારો છે. પરંતુ, હવે આ બિનહરીફ જીત વિવાદમાં સપડાઈ છે. રાજ્ય ચૂંટણી પંચે આ તમામ ૬૭ બેઠકો પર તપાસના આદેશ આપ્યા છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ ઉમેદવારોના વિજયની સત્તાવાર જાહેરાત રોકી દેવામાં આવી છે.
દબાણ અને આમિષના ગંભીર આરોપો
મુંબઈના કોલાબા અને અન્ય વિસ્તારોમાં કોંગ્રેસ, મનસે અને ‘આપ’ના ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને સત્તાધારી પક્ષ દ્વારા ડરાવી-ધમકાવીને અથવા નાણાકીય લાલચ આપીને ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તપાસ કરશે કે શું ખરેખર લોકશાહીની પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું છે.
મુંબઈ વોર્ડ ‘એ’ ના CCTV ફૂટેજ તપાસાશે
રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને વોર્ડ ‘એ’ કચેરીના CCTV ફૂટેજ તપાસવા માટે નિર્દેશ આપ્યા છે. જો કોઈ સરકારી અધિકારી કે ઉમેદવાર દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ૨ જાન્યુઆરી (ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ) બાદ જે રીતે સામૂહિક રીતે ફોર્મ ખેંચાયા છે તેનાથી પંચ શંકાના દાયરામાં છે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ભારત સામે પાકિસ્તાનનું નવું ગતકડું! ‘ઓપરેશન સિંદૂર’ રોકવા માટે કોણે લગાડ્યો હતો ફોન? ખુલ્યું મોટું રહસ્ય
બિનહરીફ બેઠકોનું ગણિત
રાજ્યભરમાં બિનહરીફ જીતેલા ઉમેદવારોની પક્ષવાર યાદી નીચે મુજબ છે:
ભાજપ: ૪૫ ઉમેદવારો (સૌથી વધુ કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૫)
શિવસેના (શિંદે જૂથ): ૧૯ ઉમેદવારો
NCP (અજિત પવાર જૂથ): ૨ ઉમેદવારો
અન્ય (ઇસ્લામ પાર્ટી): ૧ ઉમેદવાર કલ્યાણ-ડોમ્બિવલીમાં કુલ ૨૧, જ્યારે પનવેલમાં ૮ અને થાણેમાં ૭ ઉમેદવારો બિનહરીફ થયા છે.
