ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે.
એક વર્ષમાં પ્રથમ વખત મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ગત સપ્તાહે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.
આ દરમિયાન ઓછામાં ઓછા 10 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જયારે કોઈનું મોત નોંધાયું નથી.
જોકે હાલ શહેરમાં 183 સક્રિય કેસ છે.
નાગપુરના પાલક મંત્રી નીતિન રાઉતે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી અને આરોગ્ય વિભાગની પ્રશંસા કરી હતી.
