Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ અનલૉકના ત્રીજા તબક્કામાં છે. આ તબક્કાના નિયમો મુજબ દુકાનો માત્ર સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. છતાં અવારનવાર છડેચોક આ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સાંજે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખુલ્લી હોય છે. અહીં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ વેપારીઓ કહે છે.

હવે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડેએ ગેરકાયદે થતી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ બહાર પાડ્યું છે. આ રેટ કાર્ડ મુજબ સાંજે 4 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખવા માટે મોટી દુકાન પાસેથી 5,000, મધ્યમ દુકાન પાસેથી 2,000, નાની દુકાન પાસેથી 1,000 રૂપિયાની હપ્તા વસૂલી થતી હોવાનું કહ્યું છે. આ મુદ્દે તેમણે ટ્વીટ કર્યું હતું અને આ માહિતી આપી હતી.

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે 

આ મુદ્દે શિવસેનાને ઘેરતાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે “પહેલાં બાર માલિકો પાસેથી હપ્તા વસૂલી… હવે વેપારીઓ પાસેથી હપ્તા વસૂલી! મુંબઈમાં કોરોનાના નામે નવી વસૂલીની ઝુંબેશ ચાલુ છે… બપોરે 4 વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખવા માટે હપ્તા વસૂલીનું રેટ કાર્ડ મોટા દુકાનદારને 5,000, મધ્યમ દુકાનદારને 2,000 તો નાના દુકાનદાર પાસેથી 1,000 રૂપિયા.” આ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં દેખાય છે કે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખલ્લી છે.

 

 

 

Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Exit mobile version