ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી ડૉ રાજેન્દ્ર શિંગડા એ એક પ્રાઇવેટ ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્ર સરકાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ડોક્ટર રાજેન્દ્ર ના નિવેદનને કારણે મોજુદા શિવસેનાની સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પોતાના ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે આ ઇન્જેક્શન ખરીદવા સંદર્ભે ની મીટીંગ મારા બંગલા પર અને મારી હાજરીમાં થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર ના સ્ટેટમેન્ટને કારણે ભારતીય જનતા પાર્ટી ની આબરૂ બચી ગઈ છે જ્યારે કે સરકાર ભાજપની ટીકા કરી રહેલા નેતાઓની પોલખોલ થઈ ગઈ છે.
લોકોને ધક્કો માથે પડ્યો: બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં વેક્સિનેશન ફરી બંધ. પણ કેમ? જાણો અહીં..