Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra new CM: શું શિંદે અને ફડણવીસ સીએમની રેસમાંથી બહાર? આ નવા ચહેરા પર ચર્ચા શરૂ, અટકળોનું બજાર ગરમ

Maharashtra new CM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે અને પ્રચંડ જીત છતાં હજુ સુધી મહાગઠબંધનમાં મુખ્ય પ્રધાનનું નામ પસંદ કરવામાં આવ્યું નથી. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના એકનાથ શિંદે રેસમાં મુખ્ય નામ છે, પરંતુ હવે વધુ એક નામ જે ચર્ચામાં આવી રહ્યું છે તેનાથી રાજ્યનું રાજકીય ફરી ગરમ થયું છે.

Maharashtra new CM Will Murlidhar Mohol Be Maharashtra's Next Chief Minister Here's What He Said

Maharashtra new CM Will Murlidhar Mohol Be Maharashtra's Next Chief Minister Here's What He Said

News Continuous Bureau | Mumbai

 Maharashtra new CM: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે. રાજ્યની બાગડોર કોણ સંભાળશે તેનું નામ હજુ નક્કી થયું નથી. સીએમ પદ માટે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે એવું કહેવાય છે કે મુખ્યમંત્રીની રેસમાં ત્રણ લોકો જોડાયા છે. ચહેરાના નામ સામે આવતા જ બધા ચોંકી ગયા છે.  

Join Our WhatsApp Channel

  Maharashtra new CM: મુરલીધર મોહોલના નામની ચર્ચાએ પકડ્યું જોર 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અચાનક જ કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈન્ટરનેટ પર તેના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં સીએમની કમાન મુરલીધર મોહોલને સોંપવામાં આવી શકે છે. જો કે ખુદ મુરલીધર મોહોલે આ સમાચારને નકારી કાઢ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra CM Race : સરકાર બન્યા પહેલા મહાયુતિના નેતાઓમાં મંત્રીપદ માટે  ચર્ચા શરૂ, આ છે કેબિનેટના સંભવિત ચહેરાઓ!

 Maharashtra new CM: અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ છે

મુરલીધર મોહોલે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે સોશિયલ મીડિયા પર મારા નામની સતત ચર્ચા થઈ રહી છે, જે સાચા સમાચાર નથી. અમે ભાજપના નેતૃત્વમાં લડ્યા. અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ છે. અમારી પાર્ટીના નિર્ણયો સોશિયલ મીડિયા દ્વારા નહીં, પરંતુ સંસદીય બોર્ડમાં સર્વસંમતિથી લેવામાં આવે છે. એકવાર સંસદીય બોર્ડમાં નિર્ણય લેવામાં આવે તે પછી, પક્ષનો અંતિમ નિર્ણય બધા માટે સર્વોચ્ચ હોય છે. તેથી સોશિયલ મીડિયા પર મારા નામની ચર્ચા અર્થહીન છે.”

 Maharashtra new CM:  મુરલીધર મોહોલ પ્રથમ વખત સાંસદ 

જણાવી દઈએ કે મુરલીધર મોહોલ પુણે લોકસભા સીટથી પહેલીવાર સાંસદ બન્યા છે અને જંગી બહુમતીથી જીતીને સંસદમાં આવ્યા છે. ચૂંટણી પહેલા નોમિનેશન દરમિયાન કેટલીક અડચણો આવી હતી. જો કે, બાદમાં તેમણે ધાંગેકરને લાખો મતોથી હરાવ્યા હતા. પીએમ મોદીએ પોતે મોહોલમાં ચૂંટણી રેલી કરી હતી. સાંસદ તરીકે શપથ લીધા બાદ મોહોલને કેન્દ્રીય રાજ્ય મંત્રી પદની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

 Maharashtra new CM: મહાયુતિ પ્રચંડ બહુમતી મેળવીને સત્તામાં પરત ફરી

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ પ્રચંડ બહુમતી મેળવીને સત્તામાં પરત ફરી છે. ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ ચૂંટણીના પરિણામોના એક સપ્તાહ બાદ પણ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા નથી અને હજુ પણ સરકાર બનાવવા માટે બેઠકો ચાલી રહી છે.

JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Share Market Fall Sensex શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોમાં ભારે ફફડાટ!
Team India Record Chase New Zealand ભારતીય ક્રિકેટ ટીમનો નવો કીર્તિમાન કિવિ ધરતી પર સૌથી મોટો સફળ રનચેઝ; ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20I માં રોમાંચક વિજય
Exit mobile version