Site icon

Maharashtra Politics: શું ફડણવીસ અને શિંદે વચ્ચે વધી રહી છે મડાગાંઠ ? શિંદે ફરી સીએમ ફડણવીસની બેઠકમાં હાજરી ન આપી; ચર્ચાનું બજાર ગરમ..

Maharashtra Politics: સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વચ્ચેના સંબંધો બગડ્યા છે અને તણાવ વધી ગયો છે. તેઓ સતત બીજીવાર મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહ્યા. એકનાથ શિંદે ગયા અઠવાડિયે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપી ન હતી.

Maharashtra Politics Eknath Shinde not on talking terms with Devendra Fadnavis

Maharashtra Politics Eknath Shinde not on talking terms with Devendra Fadnavis

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

Maharashtra Politics: મહારાષ્ટ્રની NDA સરકારમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. અહેવાલ વહેતા થયા છે કે શું ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નારાજ છે કે કેમ… કારણ કે તેઓ સતત બીજીવાર મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહ્યા. પહેલા તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટ બેઠકથી દુરી બનાવી અને હવે તેઓ બીજી  મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી નહીં. સીએમ ફડણવીસે કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં અજિત પવાર હાજર રહ્યા હતા પરંતુ એકનાથ શિંદે ગેરહાજર રહ્યા હતા. 

Maharashtra Politics: બેઠકમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થવાની હતી

મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થવાની હતી. આવાસ સંબંધિત મંત્રાલય એકનાથ શિંદે પાસે છે, પરંતુ તેઓ આ બેઠકમાં આવ્યા ન હતા. જોકે, શિંદે જૂથ વતી ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે બેઠકમાં હાજરી આપી હતી. એકનાથ શિંદે ગયા અઠવાડિયે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપી ન હતી. હવે તેના બીજી વખત આવું કરવા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Maharashtra Politics:ડઝનબંધ ધારાસભ્યોથી અલગ થઈને ભાજપ સાથે હાથ મિલાવ્યા

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી હતા, પરંતુ 2022 માં તેમણે ડઝનબંધ ધારાસભ્યોથી અલગ થઈને ભાજપ સાથે હાથ મિલાવ્યા. તેમણે રાજ્યમાં NDA સરકાર બનાવી હતી, અને પછી તેમને મુખ્યમંત્રી બનવાની તક મળી, અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું. હવે જ્યારે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો, ત્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને શિંદેએ ઘણા દિવસો સુધી સ્વીકારવાનો ઇનકાર કર્યો.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, UBT ના આ મહિલા નેતા શિંદે સેનામાં જોડાયા..

Maharashtra Politics:મુખ્યમંત્રી બનવા માંગતા  હતા!

જણાવી દઈએ કે એકનાથ શિંદે શિવસેનાના વડા છે, જે મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી) ગઠબંધન સરકારનો ભાગ છે. એકનાથ શિંદે તરફથી ચાલી રહેલ તણાવ કંઈ નવો નથી. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણી પછી તેઓ બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગતા હતા. આ માટે તેમણે ઘણા દિવસો સુધી રાજકીય ઉથલપાથલ પણ ઉભી કરી. તેઓ બીમાર પણ પડ્યા અને મૌન પણ રહ્યા, પરંતુ એવું કહેવાય છે કે ભાજપે મુખ્યમંત્રી પદ માટેના તેમના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો.

Maharashtra Politics:શિંદે મુખ્યમંત્રી ન બનવાથી નારાજ છે!

એવું કહેવાય છે કે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો, પરંતુ એવું માનવામાં આવે છે કે સીએમ ન બની શકવાનો અફસોસ તેમના મનમાં હજુ પણ છે. પાછળથી એવું બહાર આવ્યું કે તેઓ ઓછામાં ઓછા ગૃહ મંત્રાલયની જવાબદારી ઇચ્છતા હતા, પરંતુ ભાજપે તેમને આ મહત્વપૂર્ણ પદ આપવાનો પણ ઇનકાર કરી દીધો. તેમને ગૃહનિર્માણ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો આપવામાં આવ્યા.  

 

 

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version