Site icon

Maharashtra politics : મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને લાગશે વધુ એક ઝટકો, રદ થઈ શકે છે MNSની માન્યતા! જાણો કારણ..

Maharashtra politics : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને મોટો ઝટકો લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે. મળતી માહિતી મુજબ, જો વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8 ટકા વોટ શેર ન મળે તો માન્યતા આપી શકાય છે.

Maharashtra politics Raj Thackeray's MNS may lose party symbol, status after election rout in Maharashtra Sources

Maharashtra politics Raj Thackeray's MNS may lose party symbol, status after election rout in Maharashtra Sources

News Continuous Bureau | Mumbai

Maharashtra politics : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MNSને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે મહાગઠબંધનની સરકાર આવશે અને ભાજપ મનસેના ટેકાથી મુખ્યમંત્રી બનશે તેવી ભવિષ્યવાણી કરનાર રાજ ઠાકરે વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ચૂંટાઈ શક્યા નથી. છેલ્લી બે ચૂંટણીઓમાં, MNS દરેક ઓછામાં ઓછા એક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં સફળ રહી હતી. પરંતુ આ વર્ષની સ્થિતિ જોતા MNSની માન્યતા રદ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન રાજ ઠાકરેએ આજે તેમના ઘરે પાર્ટીના નેતાઓની આત્મનિરીક્ષણ બેઠક બોલાવી છે. ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. દાદરમાં આજે સવારે 11 વાગે બેઠક મળશે.

Maharashtra politics :  ચૂંટણી પંચ મોકલશે નોટિસ 

અહેવાલો છે કે ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષની માન્યતા જાળવવા માટે અમુક માપદંડો છે. MNS તે માપદંડને પૂર્ણ કરે તેવું લાગતું નથી. તેથી, ચૂંટણી પંચ ટૂંક સમયમાં તેમને નોટિસ મોકલીને પૂછશે કે શા માટે તમારી માન્યતા રદ કરવામાં ન આવે.

Maharashtra politics : રાજકીય પક્ષોને માન્યતા આપવાના  શું છે માપદંડ?

મહત્વનું છે કે કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ માટે ઓછામાં ઓછી એક સીટ અથવા 8 ટકા વોટ મેળવવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ જતા માન્ય રદ્દ થઇ શકે છે. જો આપણે ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો, MNSએ 125 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તે એક પણ બેઠક જીતી શકી ન હતી.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : મહારાષ્ટ્રમાં શરમજનક હાર બાદ રાજીનામાનો દોર શરૂ, કોંગ્રેસ ના દિગ્ગ્જ નેતાએ પાર્ટીને કહ્યું ટાટા, બાય બાય…

એટલું જ નહીં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ ઠાકરેની પાર્ટીને માત્ર 1.55 ટકા વોટ મળ્યા છે. પાર્ટીને 125 સીટો પર માત્ર 1,002,557 વોટ મળ્યા છે. આવી સ્થિતિમાં જો ચૂંટણી પંચ પાર્ટીની માન્યતા રદ કરે છે તો તે રાજ ઠાકરે માટે મોટો ફટકો હશે.

 

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Exit mobile version