News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના (Shivsena) અને શિંદે જૂથને ધનુષ અને તીરનું પ્રતીક આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને શિવસેના (Uddhav Thackeray) પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પડકારવામાં આવ્યો છે. કોર્ટે આ ખોટા રીતે લેવાયેલ નિર્ણયની ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટતા કરી છે કે શિવસેના પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ ધનુષ્ય અને તીર અંગેના કેસની યોગ્ય રીતે સુનાવણી કરશે.
શિવસેના (Uddhav Balasaheb Thackeray) પક્ષ વતી વરિષ્ઠ વકીલ અમિત તિવારીએ કોર્ટને ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની વિનંતી કરી હતી. આ સમયે, કોર્ટ બંધારણીય બેંચ સમક્ષ કલમ 370 વિશે સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે કહ્યું કે આ કલમની પૂર્ણાહુતિ બાદ ચૂંટણી પંચના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Aditya roy kapur યુરોપ ટ્રિપ થી અનન્યા સાથે વાયરલ થયેલી તસવીરો પર આદિત્યએ તોડ્યું મૌન, કહી આ વાત
ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસની તારીખ ટૂંક સમયમાં
શિવસેના (Uddhav Balasaheb Thackeray) પક્ષ વતી વરિષ્ઠ વકીલ અમિત તિવારીએ વિનંતી કરી કે બંધારણીય બેંચ સમક્ષ જ્યારે સુનાવણી ચાલી રહી નથી. ત્યારે આ મામલાની સુનાવણી કોઈ મોકળાશના દિવસે કરવામાં આવે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલે વિસ્તૃત સુનાવણીની જરૂર છે અને અમારે સમગ્ર મામલાની યોગ્ય રીતે સુનાવણી કરવી પડશે.
શિવસેના છોડીને શિંદે જૂથમાં જોડાયેલા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે , વિધાનસભા અધ્યક્ષના સ્તરેથી તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી . આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે ચીફ પ્રતોદ સુનીલ પ્રભુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે . ટૂંક સમયમાં આ વિનંતી સ્વીકારી રહ્યા છીએ, કોર્ટે કહ્યું કે આ અંગે તારીખ જલ્દી જ આપવામાં આવશે .