Site icon

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેએ ફરી ગડકરીને આમંત્રણ આપ્યું, કહ્યું- સરકારમાં આવશે તો તેમને સારુ મંત્રી પદ આપવામાં આવશે.. જાણો શું કહ્યું જવાબમાં ગડકરીએ..

Maharashtra Politics: પૂર્વ સીએમ પર પ્રહાર કરતા નિવેદન આપતા ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ કોને મેદાનમાં ઉતારે છે તેની તમને ચિંતા કરવાની જરૂર નથી. ગડકરીએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે એક સિસ્ટમ બનાવી છે અને તે મુજબ કામ કરવામાં આવે છે.

Maharashtra Politics Uddhav Thackeray invited Gadkari again, said - if he comes to the government, he will be given a good ministerial position

Maharashtra Politics Uddhav Thackeray invited Gadkari again, said - if he comes to the government, he will be given a good ministerial position

   News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના ( UBT ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (  Nitin Gadkari ) ચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. ઠાકરેએ ફરી એકવાર ગડકરીને નિવેદન આપતા કહ્યું હતું કે, જો તેમનું અપમાન થઈ રહ્યું છે તો તેમણે ભાજપ છોડી દેવું જોઈએ. મહારાષ્ટ્રમાં વિપક્ષ લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections )  તેમની જીત સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, ઠાકરેએ બે દિવસ પહેલા ગડકરીને આવું જ આમંત્રણ આપ્યું હતું, જેને ગડકરીએ અપરિપક્વ નિવેદન ગણાવ્યું હતું. વળતો પ્રહાર કરતાં ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે, ઠાકરેએ ચિંતા કરવાની જરૂર નથી કે ભાજપ કોને ટિકિટ આપે છે. 

Join Our WhatsApp Community

ઠાકરેએ ( Uddhav Thackeray ) મંગળવારે પૂર્વી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં પુસદ ખાતે એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકો કોંગ્રેસના પૂર્વ નેતા કૃપાશંકર સિંહ જેવા છે, જેમના પર ભાજપે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જોકે, હવે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉમેદવારોની પ્રથમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ ગડકરીનું નામ યાદીમાંથી ગાયબ હતું. મેં બે દિવસ પહેલા ગડકરીને કહ્યું હતું અને ફરીથી કહી રહ્યો છું કે જો પાર્ટીમાં તમારુ અપમાન થઈ રહ્યું હોય. તો તમારે ભાજપ છોડીને મહાવિકાસ અઘાડીમાં જોડાઈ જવું જોઈએ. મને ખાતરી છે કે મહાવિકાસ અઘાડી તમારી જીત સુનિશ્ચિત કરશે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે તમને મહત્વપૂર્ણ મંત્રાલયની જવાબદારી સોંપીશું.

આ સમાચાર પણ વાંચો : Seema haider: સીમા હૈદર ફરી બની દુલ્હન, ખુશીથી ઝૂમી ઉઠ્યા બાળકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા કહી આવી વાત

ગડકરીએ ઠાકરેના નિવેદનને અપરિપક્વ ગણાવ્યું..

બે દિવસ પહેલા ઠાકરેએ આપેલા આમંત્રણને હાસ્યાસ્પદ ગણાવીને ગડકરીએ ફગાવી દીધું હતું. તેમણે ઠાકરેના નિવેદનને અપરિપક્વ ગણાવ્યું હતું. તેમજ પૂર્વ સીએમ પર પ્રહાર કરતા નિવેદન આપતા ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ ( BJP ) કોને મેદાનમાં ઉતારે છે તેની તમને ચિંતા કરવાની જરૂર નથી. ગડકરીએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે એક સિસ્ટમ બનાવી છે અને તે મુજબ કામ કરવામાં આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 400થી વધુ બેઠકો મળશે. નોંધનીય છે કે, ઠાકરેએ નિવેદન આપતા કહ્યું હતું કે, ગડકરીએ ‘મહારાષ્ટ્રની તાકાત’ બતાવવી જોઈએ. તેમણે દિલ્હી સામે ઝૂકવાને બદલે રાજીનામું આપવું જોઈએ.

 

 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Exit mobile version