Site icon

જાણો એક સપ્તાહ સુધી મહારાષ્ટ્રનાં કયાં શહેરોમાં કયા પ્રકારનું લૉકડાઉન રહેશે; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

પહેલા તબક્કાના અનલૉકમાં એટલે કે લેવલ 1માં મહારાષ્ટ્રના 10 જિલ્લા આવે છે, જ્યારે મુંબઈ ઉપનગર અને શહેરનો સમાવેશ ત્રીજા લેવલમાં કરવામાં આવ્યો છે. દર અઠવાડિયામાં પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન ઑક્યુપેન્સી રેટના આધારે શહેર અને જિલ્લાના લેવલ બદલાશે. જેમાં સોમવાર સાતથી જૂનથી એક અઠવાડિયા સુધી કયાં શહેરોમાં કયા પ્રકારનું અનલૉક હટાવવામાં આવશે એ જાણો.

લેવલ 1માં  પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને ઑક્સિજન ઑક્યુપેન્સી રેટ 25 ટકાની અંદર છે એવાં શહેરોમાં સોમવારથી લૉકાડઉન હટાવી લેવામા આવશે. એમાં અહમદનગર, ચંદ્રપુર, ધુળે, ગોંદિયા, જળગાંવ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ અને યવતમાળનો સમાવેશ થાય છે.

ભાગેડુ મેહુલ ચોકસીને લેવા ગઈ છે મહારાષ્ટ્રની આ લૅડી સિંઘમ; CBIમાં ઘરાવે છે આ ઉચ્ચ હોદ્દો, જાણો વિગત 

લેવલ 2માં હિંગોલી અને નંદુરબાર જિલ્લાનો સમાવેશ થાય છે.

લેવલ 3માં મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, થાણે, નાશિક, ઔરંગાબાદ, અકોલા, અમરાવતી, બીડ, ભંડારા, ગઢચિરોલી, ઉસ્મનાબાદ, પાલઘર, પરભણી,, સોલાપુર, વર્ધા, વાશિમનો સમાવેશ થાય છે.

લેવલ 4માં પુણે, બુલઢાણા, કોલ્હાપુર, રાયગઢ,રત્નાગિરિ, સાંગલી, સાતારા, સિંધુદુર્ગનો સમાવેશ થાય છે.

લેવલ 5માં હાલ મહારાષ્ટ્રના એક પણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

રાજ્યની બીજી લહેરમાં દર એક કલાકે 12 દર્દીઓનાં મોત, દેશના મૃત્યુદરમાં મહારાષ્ટ્ર છઠ્ઠા સ્થાને

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version