ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
દ. આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોનનું સંક્રમણ મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારે અહીં ઓમિક્રોનના 31 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં નોંધાયેલા 31 ઓમિક્રોન કેસમાંથી 27 કેસ એકલા મુંબઈમાં નોંધાયા છે.
આ ઉપરાંત થાણેમાંથી 2 કેસ, પૂણે ગ્રામીણ વિસ્તારમાં 1 કેસ અને અકોલામાંથી 1 કેસ નોંધાયો છે.
આ સાથે જ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 141 થઈ ગઈ છે.
જોકે આ દરમિયાન ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 61 લોકો સાજા પણ થયા છે.