ભારતમાં બુધવારે 42,015 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે મંગળવારના 30,000 કરતા ઘણા વધારે છે.
મહારાષ્ટ્રએ 14મી વખત તેના ડેટામાં સુધારો કર્યા પછી રાજ્યમાં ચેપના કેસોની સંખ્યામાં 2,479 નો વધારો થયો છે અને મૃત્યુઆંકની સંખ્યામાં 3,509 નો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં બેકલોગ મૃત્યુઆંક અપડેટ કરવાના કારણે એક દિવસમાં 4 હજારની નજીક મોતનો આંકડો નોંધાયો હતો.
ઉલેખનીય છે કે આ પહેલા 9 જૂને બિહારમાં પણ બેકલોગ મૃત્યુઆંકને અપડેટ કરવામાં આવ્યો હતો. તે દિવસે ભારતમાં મોતનો આંકડો 6,139 સુધી પહોંચી ગયો હતો.
