Site icon

મોટા સમાચાર: મહારાષ્ટ્રમાં 20 માસથી બંધ શાળા ફરી ગુંજી ઉઠશે, રાજ્યમાં 1 થી 4 ધોરણની સ્કૂલો આ તારીખ ખુલશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

કોરોના સંક્રમણને કારણે દોઢ વર્ષથી વધુ સમયથી શાળાએ ન ગયેલા નાના ભૂલકાઓ હવે શાળાએ જઈ શકશે. રાજ્ય સરકારે ધોરણ 5 થી 12 સુધીની શાળાઓ શરૂ કર્યા બાદ હવે 1 ડિસેમ્બરથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ 1 થી 4 અને શહેરી વિસ્તારોમાં ધોરણ 1 થી 7 શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, તમારા બાળકને શાળાએ મોકલવાનો નિર્ણય સ્વૈચ્છિક હશે. વિદ્યાર્થીઓને શાળામાં જવાની ફરજ પાડવામાં આવશે નહીં. કોવિડ-19 સંબંધિત સાવચેતીના પગલાં અને SOP ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર અંતિમ મહોર લગાવવામાં આવી છે. 

સમુદ્રમાં  વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે 

 

રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું કે ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. તેઓ શાળા શરૂ કરવા અંગે આવતીકાલે અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમણે એમ પણ કહ્યું કે ભૂતકાળના અનુભવના આધારે અમે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ આપવાનો પ્રયાસ કરીશું.   

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠકમાં ઓનલાઈન હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ એચએન રિલાયન્સ હોસ્પિટલમાંથી વિઝન સિસ્ટમ દ્વારા ભાગ લીધો હતો.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version