ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યામાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 72 દર્દી નોંધાયા છે.
આ દર્દીઓમાં પુણે- 33, ઔરંગાબાદ- 19, મુંબઈ- 5, ઉસ્માનાબાદ- 5, યવતમાળ- 2, અહમદનગર- 2 તેમજ નાગપુર- 1, પુણે ગ્રામીણ અને લાતુરમાં- 1 દર્દીઓ નોંધાયા છે.
આમ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 2930 થઈ છે.

