મહારાષ્ટ્રમાં દસમા ધોરણ નું પરિણામ 15 જુલાઈ બાદ જાહેર કરવામાં આવી શકે છે
કારણ કે રિઝલ્ટ જાહેર કરવા અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેમાં થોડો સમય લાગી શકે છે
નવમા ધોરણના 50 ટકા અને દસમા ધોરણના 50 ટકા પ્રમાણે મૂલ્યાંકન કરીને દસમાનું રિઝલ્ટ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.
રાજ્યમાં આશરે 25,927 માધ્યમિક સ્કૂલ હોવાની સાથે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓની દસમાની પરીક્ષા માટે નોંધણી કરાઈ હતી.
નોંધનીય છે કે કોરોના મહામારીના વધતા જતા સંક્રમણના પગલે રાજ્યમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી.