Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વીજળી વિભાગનો પોકળ કારભાર, 70 હજાર કરોડની ઉધાર બાકી, હવે સરકાર ભરશે આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં વીજપુરવઠો કરનારી સૌથી મોટી કંપની મહાવિતરણને બહુ જલદી તાળાં લાગી જાય એવી શક્યતા નિર્માણ થઈ છે. મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિક જ નહીં, પણ જુદાં જુદાં સરકારી ખાતાઓએ પણ  વીજળીનાં બિલ ચૂકવ્યાં નથી. મહાવિતરણે લગભગ 63 હજાર કરોડ રૂપિયા આ ડિફોલ્ટરો પાસેથી  વસૂલવાના છે. જો આ રીતે જ રકમ વધતી ગઈ તો બહુ જલદી મહાવિતરણને તાળાં લાગી જાય એ દિવસો દૂર નથી. ડિફોલ્ટરો દ્વારા પૈસા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યાં છે. એથી રકમ કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. એને પગલે  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઊર્જા ખાતાની બેઠક બોલાવી છે. જેમાં આ રકમ લોકો પાસેથી કેવી રીતે વસૂલ કરવી? કયા ઉપાયો અમલમાં મૂકવા? જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

લૉકડાઉન દરમિયાન 1 એપ્રિલ, 2020થી 30 ઑક્ટોબર સુધીમાં મોટા ભાગના લોકોએ રકમ ચૂકવી નથી, જેમાં મોટા ભાગના સરકારી ખાતાઓ છે. તેથી આ એરિયર્સની રકમમાં 8 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કમાલ છે! હવે ઝૂંપડપટ્ટીમાં પહેલા માળે ઘર ઘરાવનારને પણ અલગ ઝૂંપડું જાહેર કરાશે? રાજ્ય સરકારનું પૉઝિટિવ વલણ; જાણો વિગત

ઔદ્યોગિક ક્ષેત્ર પાસેથી 2,997 કરોડ રૂપિયા, વાણિજ્યના 822 કરોડ રૂપિયા, સાર્વજનિક પાણીપુરવઠા ખાતાના 2,258 કરોડ, કૃષિના 39,157, ઘરગથ્થુ 3,264 કરોડ રૂપિયા, સ્ટ્રીટ લાઇટના 6,279 કરોડ રૂપિયા તથા સાર્વજનિક સેવાના 235 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version