Site icon

ઐતિહાસિક – સુપ્રીમ કોર્ટથી સીધું પ્રસારણ- પ્રથમ કેસ સેના વર્સીસ સેના- સત્તા સંઘર્ષની લડાઈ જુઓ લાઈવ

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવાને કારણે શિવસેના(Shivsena)માં વિભાજન થયા બાદ અસલી શિવસેના કોની છે તે પ્રશ્ન ઉભો થયો છે. રાજ્યમાં સર્જાયેલા સત્તા સંગ્રામ પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme court) સુનાવણી કરી રહ્યું છે. તમે આ સુનાવણી ઘરે બેઠા જોઈ શકો છો.

Join Our WhatsApp Community

આ લિંક પર ક્લિક કરીને તમે લાઇવ જોઈ શકો છો સત્તા સંઘર્ષની લડાઈ

 

મહત્વનું છે કે શિવસેના ઠાકરે જૂથ(Uddhav Thackeray group) અને શિંદે જૂથ(Eknath Shinde group) દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ એકસાથે થઇ રહી છે. એકનાથ શિંદે દ્વારા બળવો કરીને અને ભાજપ સાથે હાથ મિલાવીને રચાયેલી સરકારનું ભાવિ આ અરજીઓના પરિણામ પર નિર્ભર છે.

આ સમાચાર પણ વાંચો : સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર સુપ્રીમ કોર્ટની જાહેરાત- લૉન્ચ કરશે પોતાનું પ્લેટફોર્મ

દરમિયાન જનતા સત્તા સંઘર્ષની સુનાવણી લાઈવ નિહાળી શકશે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું આજથી લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. બંધારણીય બેંચની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય કોર્ટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણ માટે અરજી દાખલ કરવામાં આવ્યાના લગભગ ચાર વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version