ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના અમરાવતીના વર્ધા નદીમાં એક બોટ પલટવાથી મોટો અકસ્માત થયો છે.
આ ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરદ તાલુકામા ઝુંજ ગામની પાસે થઈ હતી.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, તમામ મૃતકો એક જ પરિવારના હતા. જ્યારે જે આઠ ગુમ થયા છે, તેમનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. હાલ રેસ્ક્યૂ ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
એવી આશંકા છે કે હોડીમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાથી આ દૂર્ઘટના બની છે. આ હોડીમાં 30 કરતા વધુ લોકો સવાર હતા.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આસામમાં જોરહાટમાં પણ બે હોડી એકબીજાસ સાથે ટકરાઈ હતી, જેમાં સવાર 80 લોકો ડૂબી ગયા હતા. જોકે, મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.
આ રાજ્યમાં હવે 'નીટ' ની પરીક્ષા નહીં લેવાય. બારમાના રીઝલ્ટ ના આધારે જ ડોક્ટર બની શકાશે.