News Continuous Bureau | Mumbai
Maharashtra: મુંબઈ-ગોવા હાઈવેનું ( Mumbai-Goa Highway ) અટકેલું બાંધકામ ( Construction ) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન હાઈવે પર ફ્લાયઓવરના ( flyover ) કામ દરમિયાન મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર,મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવે ( Mumbai-Goa four-lane highway ) પર ચિપલુનમાં ( Chiplun ) ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન અચાનક જોરદાર અવાજ આવ્યો અને પુલનો એક ભાગ તૂટી ( Collapsed ) ગયો.
#WATCH | Maharashtra | A pillar at the under-construction site of Mumbai-Goa four-lane highway collapsed today morning in Chiplun. Soon after, a portion of the flyover also collapsed, damaging a crane machine that was being used at the site. No injuries or casualties were… pic.twitter.com/m5iVsXCPhi
— ANI (@ANI) October 16, 2023
મળી રહેલી માહિતી પ્રમાણે બહાદુરશેખ નાકાના ફ્લાયઓવરમાં કુલ 46 પિલર હોય છે. છઠ્ઠા પિલર સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અચાનક સોમવારે સવારે ફ્લાયઓવરનો ગર્ડર ધસી પડ્યો હતો અને એને કારણે મોટો અવાજ આવ્યો હતો. ત્યાર બાદ થોડા સમય સુધી તો કંઈ થયું નહીં પરંતુ થોડાક સમય બાદ પુલનો કેટલોક હિસ્સો પણ તૂટી પડ્યો હતો.
ગર્ડર લોન્ચરના ભારે વજનને કારણે પુલનો મધ્ય ભાગ તૂટી ગયો….
આ વીડિયોમાં જોઇ શકાય છે કે બ્રિજ તૂટવાનો અવાજ આવતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. જો કે શું થયુ તેની ખબર પડે એ પહેલા જ અવાજ એટલો તીવ્ર હતો કે થયુ શું.. તે ખ્યાલ જ ન આવ્યો. સવારે 8 વાગ્યાની આ ઘટના છે જેનો વીડિયો સામે આવ્યો છે. ફ્લાયઓવરમાં છેલ્લા ઘણા મહિનાથી કામ ચાલી રહ્યું છે. પુલ તૂટવાની આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ દ્રશ્યો નજરે જોનારનું કહેવુ છે કે બ્રિજ પડ્યો તો એટલો તીવ્ર અવાજ આવ્યો કે બધા ડરી ગયા. ઘટનાને પગલે વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ. લોકોની માગ છે કે પુલનુ કામ જલ્દીથી પુરુ કરવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી આ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે.દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બ્રિજમાં મોટી તિરાડ પડી છે . ગર્ડર લોન્ચરના ભારે વજનને કારણે પુલનો મધ્ય ભાગ તૂટી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Diwali Bonus 2023: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, બોનસને લઇ મોદી સરકારે આપ્યાં ગુડ ન્યુઝ, જાણીને ખુશ થઇ જશો.. વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં…
ચિપલુનમાં આજે સવારે મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવેના નિર્માણાધીન સ્થળ પરનો એક થાંભલો ધરાશાયી થયો હતો. જો કે થોડી જ વારમાં ફ્લાયઓવરનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો, જેના કારણે સાઇટ પર ઉપયોગમાં લેવાતા ક્રેન મશીનને નુકસાન થયું હતું. સદનસીબે કોઇને ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી.