Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી

Maharashtra Weather Update કોંકણ અને વિદર્ભ માટે ઓરેન્જ એલર્ટ, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ભારે વરસાદી પવનોની શક્યતા

Maharashtra Weather Update  મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ૪૮ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપતા હાઇ એલર્ટ (High Alert) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કોંકણ કિનારાના વિસ્તારો, ઘાટ વિસ્તારો તેમજ વિદર્ભના જિલ્લાઓમાં સતત મુસળધાર વરસાદની સંભાવનાને પગલે તકેદારીના ભાગરૂપે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરાયું છે, જેનાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

Maharashtra Weather Update – વિદર્ભના ૪ જિલ્લામાં આગામી ૩ દિવસ માટે ઓરેન્જ એલર્ટ

પ્રાદેશિક હવામાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, વિદર્ભના ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી આ ચાર જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસ સુધી મૌસમ વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વિસ્તારોમાં ૧૦૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ પડી શકે છે. પશ્ચિમ વિદર્ભના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે, જેથી સ્થાનિક પ્રશાસને લોકોને સતર્ક રહેવા અને જરૂરી કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે.

Maharashtra Weather Update – કોંકણ અને ઘાટ ક્ષેત્રમાં યલો એલર્ટ અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા

બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલા ઓછા દબાણના પટ્ટાને (Low Pressure Area) કારણે કોંકણ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે. કોંકણ ક્ષેત્રમાં યલો એલર્ટ (Yellow Alert) આપવાની સાથે દરિયામાં હાઇ ટાઇડ (High Tide) આવવાની અને ઊંચા મોજાં ઉછળવાની ભીતિ હોવાથી માછીમારો અને કિનારાના રહીશોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ઘાટ વિસ્તારોમાં મુસળધાર વરસાદથી પહાડી રસ્તાઓ પર સાવચેતી રાખવા જણાવાયું છે.

Maharashtra Weather Update – મરાઠવાડામાં હજુ પણ ૪૦% વરસાદની અછત

એકતરફ વિદર્ભ અને કોંકણમાં મેઘરાજા મહેરબાન છે, ત્યારે બીજી તરફ મરાઠવાડા (Marathwada) ક્ષેત્રમાં હજુ પણ યોગ્ય વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ૪૦ ટકા વરસાદની તૂટ નોંધાઈ છે. મરાઠવાડામાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના દર્શાવાઈ છે, જેના કારણે ત્યાંના ખેડૂતો હજુ પણ સારા વરસાદની વાટ જોઈ રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

👉 આ સમાચાર વાચો:
Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version