Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!

Maharashtra Weather Update:નાસિક, પુણે અને મરાઠવાડા સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કવમોસમી વરસાદ; કેરી અને ડુંગળીના પાકને ભારે નુકસાન.

maharashtra-weather-update-orange-alert-for-hailstorms-in-12-districts-farmers-face-heavy-crop-losses

maharashtra-weather-update-orange-alert-for-hailstorms-in-12-districts-farmers-face-heavy-crop-losses

News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્ય માટે જોખમની ઘંટડી વગાડી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ અને કરા પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ હોવા છતાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ 12 જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી

હવામાન વિભાગે પરભણી, બીડ, જલગાંવ, પુણે, સાતારા, નાસિક, અહિલ્યાનગર (અહમદનગર), સોલાપુર, સાંગલી, છત્રપતિ સંભાજીનગર, હિંગોલી અને જાલના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

Join Our WhatsApp Channel

નાસિક અને ધુળેમાં ખેડૂતોની હાલત કફોડી

નાસિક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદે જોરદાર હાજરી આપી છે. માલેગાંવ, મનમાડ, સટાણા અને કળવણ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને લણણી માટે તૈયાર ડુંગળી (Onion), દાડમ અને મકાઈના પાકને આ વરસાદથી મોટો ફટકો પડવાની શક્યતા છે. ધુળે જિલ્લામાં પણ સાકરી અને પિંપળનેર જેવા વિસ્તારોમાં કરા પડવાને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન

 ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફતનો માર

સામાન્ય રીતે માર્ચના અંતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ સર્જાયો છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ કમોસમી વરસાદ માત્ર અનાજ જ નહીં પણ કેરીના પાક માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને કરા પડવાને કારણે ફળો ખરી પડવાની ભીતિ છે. હવામાન વિભાગે નાગરિકોને પણ સતર્ક રહેવા અને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version