Site icon

Maharashtra: અજિત પવારે કેમ કર્યું NCP પાર્ટીમાં વિભાજન અને ભાજપ- શિવસેના સાથે હાથ મિલાવ્યો.. જણાવ્યું આ કારણ..

Maharashtra: અજીત પવારે એક પોસ્ટ દ્વારા તમામ અટકળોમાં સ્પષ્ટતા આપી હતી. જેમાં પાર્ટી વિભાજનથી લઈને ભાજપ- શિવસેના સાથે હાથ મિલાવવાના તમામ પ્રશ્નો જવાબ નિવેદનમાં આપવામાં આવ્યા હતાં.

Maharashtra Why did Ajit Pawar split the NCP party and join hands with BJP-Shiv Sena.. told this reason..

Maharashtra Why did Ajit Pawar split the NCP party and join hands with BJP-Shiv Sena.. told this reason..

News Continuous Bureau | Mumbai 

Maharashtra: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ( Ajit Pawar ) રવિવારે (25 ફેબ્રુઆરી) રાત્રે તેમના ‘એક્સ’ હેન્ડલ પર પક્ષ બદલવા અને ભાજપ ( BJP ) અને શિવસેના સાથે હાથ મિલાવવા વિશે નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તમામ સવાલોના જવાબો સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. અજિત પવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “મેં એક વિચારધારા અને ઉદ્દેશ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના વિકાસના કામો પૂરા કરવાના ઈરાદાથી મારી ભૂમિકા ભજવી છે.”

Join Our WhatsApp Community

તેમજ ડેપ્યુટી સીએમ અજિત પવારે તેમના નિવેદનમાં, દેશના પીએમ અને ગૃહમંત્રીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું- “મને જાણવા મળ્યું કે આ દેશમાં પીએમ મોદી ( PM Modi )   અને ગૃહમંત્રી અમિત શાહના ( Amit Shah ) નેતૃત્વમાં મહત્વપૂર્ણ વિકાસ કાર્ય થઈ રહ્યા છે . મને તેના નેતૃત્વ અને યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા જેવા ગુણો ગમ્યા. મારી કામ કરવાની શૈલીમાં, આ સમાનતા છે. વડીલોનો અનાદર કરવાનો મારો કોઈ ઈરાદો નથી.”

 અજિત પવાર જુલાઈ 2023માં NCPના 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા…

ઉલ્લેખનીય છે કે, અજિત પવાર જુલાઈ 2023માં NCPના 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. રાજ્યમાં પાર્ટીના વિભાજન, પછી શરદ પવાર જૂથે સ્પીકર પાસે પક્ષમાં વિભાજન કરનારા ધારાસભ્યોને ગેરલાયક ( MLAs disqualification )  ઠેરવવાની માંગ કરી હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ( Rahul Narvekar ) 15 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ચુકાદો આપતાં અજીતના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું હતું અને અજીત પવાર જૂથના 41 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો : US-UK Attack in Yemen: અમેરિકા અને બ્રિટીશ યુનિટે ફરી એકવાર હુથીઓ પર કર્યો હુમલો, એકનું મોત, 6 લોકો થયા ઘાયલ…

નોંધનીય છે કે, 6 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે પણ અજિત પવારના જૂથને અસલી NCP જાહેર કર્યું હતું. પંચે કહ્યું હતું કે, બહુમતીના આધારે માત્ર અજીત જૂથ જ વાસ્તવિક છે. આ સાથે ચૂંટણી પંચે અજીત જૂથના NCPને ચૂંટણી ચિન્હ ઘડિયાળનો ઉપયોગ કરવાનો અધિકાર પણ આપ્યો હતો.જે બાદ 7 ફેબ્રુઆરીના રોજ શરદ પવાર જૂથને નવું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર આપવામાં આવ્યું હતું. તેમ જ શરદ પવારની પાર્ટીનું નવું ચૂંટણી ચિન્હ ‘ટ્રમ્પેટ’ વગાડતો માણસ આપવામાં આવ્યું હતું..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
Madvi Hidma: આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા: માડવી હિડમાનું નેટવર્ક તબાહ, 7 માઓવાદી ઠાર, આટલા ની ધરપકડ
Bihar Government: બિહારના નવા મંત્રીમંડળની સંભવિત યાદી તૈયાર: જુઓ નીતિશ કેબિનેટમાં કોણ-કોણ બની શકે છે મંત્રી?
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Exit mobile version