Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના જળગાવમાં રાતે નીકળતા ભૂતથી લોકો કેટલાક દિવસથી ભયભીત હતા;  આ ભૂતો હવે કેદ થઈ ગયા છે. જાણો કઈ રીતે ખૂલ્યું ભૂતનું રહસ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર

મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના જામનેર તાલુકાના લોકો કેટલાક દિવસથી ભયભીત થઈ ગયા હતા. ડરનું  કારણ એ હતું કે ત્યાં રાત્રે ભૂત દેખાતું હોવાની ચર્ચા થતી હતી. ઊંધા પગ અને માથા વગરના ભૂતથી ભયભીત લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હવે આ વિસ્તારમાંથી ભૂત ગાયબ થયું છે. આ ભૂતને કોઈ ભૂવા કે તાંત્રિકે નહીં પણ ફતેહપુર પોલીસે પકડી પાડ્યું છે. 

Join Our WhatsApp Channel

વાત એમ છે કે ત્રણ જણે રાતના અંધારામાં એક કારમાંથી વિડીયો બનાવ્યો હતો. જેમાં રસ્તા પર ઉલ્ટા પગે ચાલતી મહિલા અને માથા વગરનો પુરુષ હતો. આ વિડીયો એડિટ કરીને બિહામણો બનાવી દીધો. ત્યારબાદ આરોપીઓએ એવું વિડીયોમાં એવું કહ્યું કે અમે આ ભૂતને જોયા છે. આ વિડીયો વાયરલ થયા પછી ફતેહપુર, દેઉલગાવ અને જામનેરમાં ભય ફેલાઈ ગયો. અમુક સમજદાર લોકોને શંકા ગઇ કે આ વિડીયો  અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ડરાવવા જાણી જોઈને બનાવેલો છે. તેમણે પોલીસને જાણ કરી. પોલીસે તપાસ બાદ આ ત્રણ જણને પકડી લીધા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો હતો અને લોકોને ડરાવીને રૂપિયા પડાવવા આવો વિડીયો બનાવ્યો હોવાનું કારણ કહ્યું હતું. હવે પોલીસ તેમનું ભૂત ઉતારી રહી છે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version