Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય! મહારાષ્ટ્રના પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્યની કૅબિનેટ બેઠક ડેક્કન ઓડિસી લક્ઝરી ટ્રેનમાં યોજાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોરોના મહામારીમાં મહારાષ્ટ્રમાં પર્યટન ઉદ્યોગને જબરો ફટકો પડ્યો હતો. હવે પર્યટન ઉદ્યોગને ફરી ઊભો કરી રોજગારી નિર્મિત કરવા અને  વિદેશી પર્યટકોને રાજ્યમાં આકર્ષવા રાજ્ય સરકાર નવી યોજના અને નવી નીતિઓ અમલમાં મૂકવાની હોવાનું મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે બોલતાં કહ્યું હતું. રાજ્યમાં પર્યટન ઉદ્યોગને ખાસ કરીને કોંકણના પટ્ટામાં પર્યટકોને આકર્ષવા બહુ જલદી રાજયની કૅબિનેટ બેઠક ડેક્કન ઓડિસી લક્ઝરી ટ્રેનમાં યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

રાજ્યમાં પર્યટન ઉદ્યોગને ફરી ગતિ મળે એ માટે નવી યોજના રાજ્ય સરકાર લઈ આવી છે, ત્યારે રાજ્યમાં આવતા પર્યટકોને ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે મુખ્ય પ્રધાને કટિબદ્ધતા બતાવી હતી અને કહ્યું હતું કે જો પર્યટકોને સારી સવલતો મળશે તો તેઓ રાજ્યના ઍમ્બેસેડર્સ બની જશે, તો રાજ્યને અલગથી ઍમ્બેસેડરની નિમણૂકની આવશ્યકતા નહીં રહે.

ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે દેશમાં લગભગ 1,200 જેટલી ગુફાઓ છે, એમાંથી 800 ગુફા ફક્ત મહારાષ્ટ્રમાં છે. એમાંથી 90 ટકા ગુફાની માહિતી સરકાર પાસે નથી. હજારો વર્ષ પહેલાં પ્રાચીનકાળમાં બાંધવામાં આવેલી ગુફાની માફક વર્તમાન સમયમાં પણ ગુફા બાંધવી જોઈએ. ફક્ત જૂની ગુફાનું જતન કરવું પૂરતું નથી, પરંતુ નવી ગુફાઓ પણ બાંધવી જોઈએ.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version