ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
સુષ્મિતા દેવએ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પોતાનું રાજીનામું મોકલ્યું છે.
રાજીનામાં પહેલાં તેઓએ ટ્વિટર પર પોતાનો Bio પણ બદલ્યો છે. જેમાં સુષ્મિતા દેવએ પૂર્વ કોંગ્રેસ સભ્ય લખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી તેઓ પાર્ટીથી નારાજ રહ્યા હતા. આસામ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની નારાજગીના સમાચાર સતત આવતા રહ્યા હતા.
અગાઉ માર્ચમાં આસામની ચૂંટણી સમયે સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, તે સમયે આ અહેવાલોને અફવાઓ ગણાવવામાં આવતી હતી.