Site icon

Madurai Train Fire :લખનઉથી રામેશ્વરમ જઈ રહી હતી ટ્રેન, મદુરાઈ સ્ટેશન પર લાગી આગ, આટલા લોકો જીવતા ભડથું.. જુઓ વિડીયો

Madurai Train Fire : મદુરાઈ રેલ્વે સ્ટેશન પર લખનઉ-રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનમાં આગ લાગવાથી 8 લોકોના મોત થયા છે. આગની ઘટના સવારે 5.15 વાગ્યાની આસપાસ મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ ત્યારે સામે આવી હતી.

Madurai Train Fire : Tamil Nadu Railway Accident; 9 passengers died in the crash

ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે 9 લોકો જીવતા ભૂંજાયા, આગ લાગવાનું આ ચોંકવાનારું કારણ આવ્યું સામે….. જાણો વિગતે સંપુર્ણ અપડેટ્સ....

News Continuous Bureau | Mumbai 

Madurai Train Fire :તમિલનાડુના(TAmil Nadu) મદુરાઈ રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મદુરાઈમાં રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર લખનઉથી(Lucknow) રામેશ્વરમ(Rameshwaram) જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં(tourist coach) આગ લાગવાથી બે લોકોના મોત થયા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની ઘટના સવારે 5.15 વાગ્યાની આસપાસ મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ ત્યારે સામે આવી હતી.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

 

ભીષણ આગમાં ટ્રેનના કોચ બળીને ખાખ

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ મીડિયામાં જોઈ શકાય છે કે કોચમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ(fire brigade) ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં ટ્રેનનો કોચ બળીને ખાખ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Pimple Remedies: ચહેરા પર થાય છે ખીલ, આ ઘરેલું ઈલાજ દૂર કરશે સમસ્યા..

આઠના મોત, 4 ઘાયલ

આ અકસ્માતમાં શરૂઆતમાં બે લોકોના મોત થયા હતા, પરંતુ હવે મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. આ પાંચેય ઉત્તર પ્રદેશના જણાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વે વિભાગે માત્ર તે કોચને અલગ કર્યા છે જ્યાં આગ લાગી હતી.

ટ્રેનમાં આગ લાગી

મદુરાઈ પાસે પાર્ક કરેલી લખનૌ-રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન તિરુપતિ-રામેશ્વરમ-કન્યાકુમારી જેવા સ્થળોએ જવાની હતી. આ દરમિયાન મદુરાઈ ખાતે અચાનક આગની ઘટનાને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ફાયર વિભાગને શંકા છે કે રસોઈ બનાવતી વખતે આગ લાગી હશે..

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Exit mobile version