યુવા સ્વાભિમાન પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાને બોમ્બે હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
કોર્ટે નવનીત રાણાના જાતિનું પ્રમાણપત્ર હાઈકોર્ટે રદ કર્યું છે. સાથે કોર્ટે તેમને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ ઉપરાંત નવનીત રાણાને 6 સપ્તાહમાં પોતાનું જ્ઞાતિનું પ્રમાણપત્ર વહીવટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલએ નવનીત કૌર રાણા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આનંદરાવએ દાવો કર્યો હતો કે નવનીત કૌર રાણાએ બનાવટી પ્રમાણપત્રોના આધારે અમરાવતી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.