Site icon

Bihar Train Accident: બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, છ ડબ્બા પાટા પરથી ઉતર્યા, 4 મુસાફરોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ શું છે સ્થિતિ..

Bihar Train Accident: બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Major train accident in Bihar, six coaches derailed, 4 passengers dead and so many injured..

Major train accident in Bihar, six coaches derailed, 4 passengers dead and so many injured..

News Continuous Bureau | Mumbai 

Bihar Train Accident: બિહાર (Bihar) ના બક્સર (Buxar) જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ (North East Express) રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Join Our WhatsApp Community

ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેઓને સારવાર માટે પટના એઈમ્સ (Patna AIIMS) માં મોકલવામાં આવ્યા છે. આ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ બહાર આવ્યું નથી.

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ અકસ્માત બાદ DDU પટણા રેલ રૂટ પ્રભાવિત…

ટ્રેન દુર્ઘટના બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ મામલા પર સતત નજર રાખી રહ્યા છે. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે બિહાર એસડીઆરએફ (SDRF) ની ટીમ સક્રિય રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હોસ્પિટલ એલર્ટ મોડ પર છે.

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ અકસ્માત બાદ DDU પટણા રેલ રૂટ પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બનારસ અને પટના વચ્ચે દોડતી 15125/15126 જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 12948 પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. આ ટ્રેનોને હાજીપુર છપરા બનારસ પ્રયાગરાજ થઈને ચલાવવામાં આવશે. ડાઉન ડાયરેક્શનમાં 12149 પુણે દાનાપુર એક્સપ્રેસ, 12141 લોકમાન્ય તિલક પાટલીપુત્ર એક્સપ્રેસ અને 12424 નવી દિલ્હી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન સાસારામ આરા થઈને ચલાવવામાં આવી રહી છે. જ્યારે આનંદ વિહાર ભાગલપુર વિક્રમશિલા એક્સપ્રેસ, ભગત કી કોઠી-કામખ્યા જંક્શન એક્સપ્રેસ, નવી દિલ્હી રાજેન્દ્ર નગર તેજસ એક્સપ્રેસ, આનંદ વિહાર ભાગલપુર ગરીબ રથ એક્સપ્રેસ, આનંદ વિહાર જોગબની સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને આનંદ વિહાર-મધુપુર જંક્શન સુપરફાસ્ટ એક્સપ્રેસને દિનદયાલ ઉપાધ્યાય જંકશન ગયા પટના થઈને ચલાવવામાં આવી રહી છે.

અધિકારીઓનું શું કહેવું છે આ મામલે?

આ મામલે અધિકારીઓ અત્યાર સુધી કોઈપણ ટિપ્પણી કરતાં બચી રહ્યા છે. પણ શું આ દુર્ઘટનાનું કારણ કોઈ ટેક્નિકલ ખામી હતી? કે પાટા પર અવરોધ હતો કે ટ્રેન પસાર થાય તે પહેલાં જ પાટા તૂટેલાં હતા એ તમામ પોઈન્ટ પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું કે બક્સરથી નીકળ્યાં બાદ નવ મિનિટમાં જ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઇ હતી. જે સમયે દુર્ઘટના સર્જાઈ તે સમયે ટ્રેનની ઝડપ 110 થી 120 કિ.મી. પ્રતિકલાક હતી. એટલા માટે જ એક બે સિવાય લગભગ 21 જેટલાં ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. સદભાગ્યે કોઈ બીજી ટ્રેનનો ત્યાંથી પસાર થવાનો સમય નહોતો નહીંતર ફરી મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હોત.

આ સમાચાર પણ વાંચો : IND vs AFG: વિશ્વનો નવો સિક્સર કિંગ બન્યો રોહિત શર્મા, ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો.. જાણો શું છે આ રેકોર્ડ.. 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Exit mobile version