Site icon News Continuous Bureau | Mumbai

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો

ટિપુ સુલતાનના ફોટા બાદ હવે મહાપાલિકામાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ; કિરીટ સોમૈયાએ મુખ્યમંત્રી પાસે દોષિત કર્મચારીઓના સસ્પેન્શનની માંગ કરી.

Malegaon Municipal Corporation Namaz Case માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો

Malegaon Municipal Corporation Namaz Case માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો

News Continuous Bureau | Mumbai

Malegaon Municipal Corporation Namaz Case મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં મહાનગરપાલિકાની કચેરીમાં નમાજ પઢવાની ઘટનાએ નવો વિવાદ છેડ્યો છે. માલેગાંવ લોકસંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓ વીજ કાપની સમસ્યા અંગે આંદોલન કરવા માટે પાલિકા કચેરીમાં ગયા હતા, જ્યાં આંદોલન દરમિયાન નમાજનો સમય થતા પાલિકાના પ્રાંગણમાં જ નમાજ અદા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુત્વવાદી સંગઠનો અને ભાજપ નેતાઓ આક્રમક બન્યા છે.નાસિકના શ્રીમહંત પીઠાધીશ્વર અનિકેતશાસ્ત્રીએ આ ઘટનાને બંધારણ અને બહુસંખ્યક હિન્દુઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો સરકારી કચેરીઓમાં નમાજ પઢવાની છૂટ આપવામાં આવશે, તો આગામી સમયમાં તમામ સરકારી કચેરીઓમાં વેદપાઠ, રુદ્રાભિષેક અને મહાપૂજાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

કિરીટ સોમૈયાની સસ્પેન્શનની માંગ

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોમૈયાએ આ ઘટનામાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને જવાબદાર પાલિકા કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે.

ટિપુ સુલતાનના ફોટાનો જૂનો વિવાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ માલેગાંવના નવનિયુક્ત ડેપ્યુટી મેયર શાન-એ-હિંદે પોતાની ઓફિસમાં ટિપુ સુલતાનનો ફોટો લગાવ્યો હતો, જેનો હિન્દુત્વવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે ટિપુ સુલતાન અંગે કરેલા નિવેદનોએ પણ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. અનિકેતશાસ્ત્રીએ જણાવ્યું કે ટિપુના ફોટા પર કાર્યવાહી ન થવાને કારણે જ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..

સુરક્ષા અને સુવ્યવસ્થાનો પ્રશ્ન

આ ઘટના બાદ માલેગાંવમાં ધાર્મિક તણાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. વહીવટી અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમની રહેમનજર હેઠળ જ સરકારી પ્રોપર્ટીનો આવો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે તપાસ કરી રહ્યા છે કે આંદોલનકારીઓને કચેરીની અંદર નમાજ પઢવા માટે કોણે પરવાનગી આપી હતી.

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version