ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી જે હિંસા થઈ છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ હત્યાઓને કારણે રાજનૈતિક આરોપ પ્રત્યારોપ ખૂબ ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. બીજી તરફ પોતાની આબરૂ બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને ને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હિંસામાં કુલ 16 લોકોના મૃત્યુ થયા છે.
