Site icon News Continuous Bureau | Mumbai

નંદીગ્રામ હાર્યા છતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી બની શકે છે મુખ્યમંત્રી, જાણો શું કહે છે કાયદો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસએ ધમાકેદાર જીત મેળવી છે. જોકે, મુખ્યમંત્રી મમતા બેનરજી ખુદ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ તેમણે 1700 મતથી ચૂંટણીમાં હરાવ્યા છે.  

ટીએમસીના પ્રમુખ ભલે ચૂંટણી હારી ગયા હોય પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઇ અડચણ નહીં આવે. ભારતીય બંધારણની કલમ 164 હેઠળ તે મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે. કલમ 164 (4) કહે છે, “એક મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્યના વિધાનમંડળનો સભ્ય નથી, તેને પદ છોડવુ પડશે.” જેનો અર્થ એવો થયો કે મમતા બેનરજીએ છ મહિનાની અંદર કોઇ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવવુ પડશે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2011માં પણ જ્યારે મમતા બેનરજીએ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તે સંસદ સભ્ય હતા, તેમણે વિધાનસભા ચૂંટણી લડી નહતી. કેટલાક મહિના બાદ તે ભવાનીપુરથી ચૂંટણી જીતી ગયા હતા.

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો

કોંગ્રેસ નેતા અને કાયદાના જાણકાર અભિષેક સિંઘવીનું કહેવું છે કે, “કાયદાકીય રીતે અને નૈતિક રીતે કોઇને પણ મમતા બેનરજીના મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાઇને આવવા પર આપત્તિ ના હોવી જોઇએ. જો કોઇ પણ તેને મુદ્દો બનાવે છે તો તે તેના ભારતીય બંધારણના જ્ઞાનની કમીને દર્શાવશે.”

નોંધનીય છે કે બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. આ જીતે મમતા બેનરજીને એક ગેર ભાજપ, ગેર કોંગ્રેસ જૂથમાં રાષ્ટ્રીય સ્તર પર સ્થાપિત કરે છે. પુરી ચૂંટણીમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પડકાર આપતા જોવા મળ્યા હતા.  

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version