ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનો ગઢ તો જાળવી લીધો પરંતુ તેઓ પોતે ચૂંટણી હારી ગયા. અગાઉ તેઓ ચૂંટણી જીતી ગયા છે તેવો મેસેજ વાયરલ થયો હતો. પરંતુ તે સમયે ચૂંટણીના પરિણામો આવ્યા નહોતા. તેમજ મત ગણતરી પણ પૂરી થઈ નહોતી. હવે મતગણતરી જ્યારે પૂરી થઈ ગઈ છે ત્યારે મમતા બેનર્જી એક હજારથી વધુ મતથી હારી ગયા છે.
આ સંદર્ભે મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપતા પોતાના કાર્યકર્તાઓને જણાવ્યું છે કે તેઓ નંદીગ્રામ ની હાર ને ભૂલી જાય અને પશ્ચિમ બંગાળ ની જીત ઉપર ખુશ થાય.
ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ એ શુભેન્દુ અધિકારીનો ગઢ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મમતા બેનરજીને ચૂંટણી લડવા માટેનો પડકાર ફેંક્યો હતો. જે મમતા બેનરજીએ સ્વીકાર્યો. હવે તેમની હાર થઈ છે.