News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર (Maharashtra) માં ગત જુલાઈ મહિનામાં શિવસેના (Shivsena) માં વિભાજન થયું અને બે જૂથો બન્યા. જે બાદ શિવસૈનિકો (Shivsainiko) પણ વિભાજિત થઈ ગયા હતા. પરંતુ શિવસેના પ્રત્યે અપાર અને અતૂટ પ્રેમ ધરાવતા શિવસૈનિકો નારાજ હતા. દરમિયાન હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દર્શાવે છે કે શિવસેના પ્રત્યે શિવસૈનિકોને કેટલો પ્રેમ અને વિશ્વાસ છે. રાયગઢ (Raigadh) ના એક કટ્ટર શિવસૈનિકે પોતાની પુત્રીનું નામ શિવસેના રાખ્યું છે. તેમણે આ નામકરણ વિધિ પણ ખુબ જોરશોરથી કરી હતી.
મહાડ તાલુકાના કિયે-ગોઠવાળીના પૂર્વ ઉપસરપંચ પાંડુરંગ વાડકરે તેમની પુત્રીનું નામ શિવસેના (Shivsena) રાખ્યું છે. તેમની પુત્રીનો (baby Girl) જન્મ 17 નવેમ્બરે થયો હતો. એ જ દિવસે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) નો સ્મૃતિ દિવસ હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના જન્મની આગલી રાત્રે પાંડુરંગ વાડકરના સ્વપ્નમાં બાળાસાહેબ ઠાકરે આવ્યા અને તેમને કહ્યું કે છોકરીનું નામ શિવસેના રાખો. બાળાસાહેબની વાતને અનુસરીને વાડકરે તેમની પુત્રીનું નામ શિવસેના રાખ્યું.
આ સમાચાર પણ વાંચો: ચમત્કાર કે પછી નજર નો ખેલ! 99 ટકા લોકો આ વિડીયો જોઈને કહી નથી શક્યા કે બીજી બિલાડી આવી ક્યાંથી ??
મહત્વનું છે કે આ માટે નામકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ સ્ટેજ પર એક મોટું બેનર લગાવ્યું. બેનર પર બાળાસાહેબનો મોટો ફોટો હતો. બેનર પર મહારાષ્ટ્રના નકશામાં ‘માય નેમ શિવસેના’ લખેલું હતું.
