Site icon

આમ આદમી પાર્ટી ના મોઢે તમાચો. જેલમાં સત્યેન્દ્ર જૈન બાળાત્કારના આરોપી પાસેથી મસાજ કરવાતો હતો. જાણો આખા કાંડ વિશે…

 News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગ કેસ (Money Laundering case) માં દિલ્હી (Delhi) ની તિહાર જેલ (Tihar Jail) માં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને ફિઝિયોથેરાપી (Physiotherapy) આપવાના મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ની માલિશ કરનાર એક કેદી છે, જે બળાત્કારના કેસ (Rape case accused) માં સજા કાપી રહ્યો છે. આ કેદી પર POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509નો આરોપ મૂકવામાં આવ્યો છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ફિઝિયોથેરાપિસ્ટ છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સત્તાવાર રીતે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આ ઘટસ્ફોટ પછી, 2022ની મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીનું રાજકારણ ફરી ગરમ થવાનું છે.

આ સમાચાર પણ વાંચો: Airtelનું સૌથી સસ્તું માસિક રિચાર્જ હવે 99 રૂપિયામાં નહીં પરંતુ 155 રૂપિયામાં મળશે, કંપનીએ કિંમતમાં 57% કર્યો વધારો

તાજેતરમાં જ તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન પીઠ અને પગની મસાજ કરાવતા હોવાના કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જૈનને કેટલાક દસ્તાવેજો વાંચતા જોઈ શકાય છે જ્યારે સફેદ ટી-શર્ટ પહેરેલ એક વ્યક્તિ તેમના પગમાં માલિશ કરતો જોવા મળે છે. ઇડીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરી જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે. સત્યેન્દ્ર જૈન તિહારની જેલ નંબર 7માં બંધ છે. જેલમાં જૈનની સુવિધા માટે જેલ અધિક્ષક સહિત ચાર જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 35થી વધુ જેલ અધિકારીઓ અને કર્મચારીઓની જેલ બદલવામાં આવી હતી.

Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Exit mobile version