Site icon

શિંદે સરકારના તમામ મંત્રીઓ કરોડપતિ- કોની કેટલી- સપંત્તિ જાણો અહીં

 News Continuous Bureau | Mumbai

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મંગળવારે રાજભવન(Raj Bhavan) ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું(Chief Minister Eknath Shinde) અટકેલું અને બહુપ્રતીક્ષિત કેબિનેટ વિસ્તરણ(cabinet expansion) થયું. આ સમયે શિંદે જૂથના 9 અને ભાજપના(BJP) 9 મંત્રીઓએ કેબિનેટ અને ગોપનીયતાના શપથ(Oath of confidentiality) લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ પછી નવી કેબિનેટમાં મંત્રીઓનું શિક્ષણ(Education of Ministers), તેમના પર લાગેલા આરોપો અને તેમની સંપત્તિ કેટલી છે તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, શપથ લેનારા 18 મંત્રીઓમાંથી 70 ટકા પર રાજકીય અને ફોજદારી ગુનાનો આરોપ છે. 12 કેબિનેટ મંત્રીઓ(Cabinet Ministers) એવા છે કે જેમની સામે ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા છે. નવી કેબિનેટમાં એક મંત્રી 10 પાસ અને પાંચ મંત્રી 12 પાસ છે. આ સાથે, 1 એન્જિનિયર, 7 સ્નાતક, 2 અનુસ્નાતક શિક્ષણ. એકને ડોક્ટરેટ મળી છે. તેમાં મીરજના ભાજપના ધારાસભ્ય સુરેશ ખાડેનો(BJP MLA Suresh Khade) પણ સમાવેશ થાય છે, જેઓ ઉચ્ચ શિક્ષિત છે અને આ તમામ મંત્રીઓ કરોડપતિ હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : હવે ચોખાની કિંમત વધી- આટલા ટકા દામ વધ્યા

કેબિનેટમાં શપથ લેનાર તમામ મંત્રીઓ કરોડપતિ છે અને સૌથી વધુ સંપત્તિ મલબાર હિલના(Malabar Hill) ભાજપના ધારાસભ્ય અને નવા સમાવિષ્ટ મંગલ પ્રભાત લોઢાના(Mangal Prabhat Lodha) નામે છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલી એફિડેવિટ મુજબ, મંગલ પ્રભાત લોઢા પાસે 441 કરોડ રૂપિયાની સંપત્તિ, 252 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 189 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. શિંદે ગ્રુપના સંદીપાન ભુમરે બે કરોડની સંપત્તિ સાથે આ કેબિનેટમાં સૌથી ગરીબ મંત્રી છે. ભુમરે પૈઠાણના ધારાસભ્ય છે અને છેલ્લા 35 વર્ષથી શિવસેનામાં કામ કરી રહ્યા છે. તેમ જ તાનાજી સાવંત સંપત્તિના મામલે બીજા સ્થાને છે. તેમની પાસે 115 કરોડની સંપત્તિ છે. તાનાજી સાવંત શિંદે જૂથના ધારાસભ્ય છે. ત્રીજા સ્થાને દીપક કેસરકર છે, જેઓ શિંદે જૂથના પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળે છે અને તેમની પાસે 82 કરોડની સંપત્તિ છે.

આ સમાચાર પણ વાંચો : હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

રવિન્દ્ર ચવાણસ ભાજપ-  9 કરોડ

વિજય ગાવિત, ભાજપ – 27 કરોડ

ગિરીશ મહાજન, ભાજપ – 25 કરોડ

રાધાકૃષ્ણ વિખે પાટીલ, ભાજપ – 24 કરોડ

અતુલ સાવે, ભાજપ – 22 કરોડ

ચંદ્રકાંત પાટીલ-ભાજપ – 5.99 કરોડ

સુરેશ ખાડે-ભાજપ- 4 કરોડ

સુધીર મુનગંટીવાર, ભાજપ – 11.4 કરોડ

અબ્દુલ સત્તાર, શિંદે ગ્રુપ – 20 કરોડ

ગુલાબરાવ પાટીલ-શિંદે ગ્રુપ – 5 કરોડ

શંભુરાજે દેસાઈ – શિંદે જૂથ – 14 કરોડ

ઉદય સામંત-શિંદે જ્રૂથ – 4 કરોડ

સંજય રાઠોડ- શિંદે જૂથ- 8 કરોડ

દાદા ભુસે – 10 કરોડ

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Exit mobile version