Mangal Prabhat Lodha: પ્રતાપગઢમાં બની રહેલું શિવ પ્રતાપ સ્મારક આપણા ઇતિહાસનું ગૌરવ: મંત્રી મંગલ પ્રભાત લોઢા

Mangal Prabhat Lodha: અફઝલ ખાનની પ્રતિમા બનાવનાર શિલ્પકાર દીપક થોપટેનું કેબિનેટ મંત્રી લોઢા દ્વારા સન્માન

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક શૌર્ય ગાથાનાં પ્રતિક સમાન અફઝલખાન વધનાં પ્રસંગને ( Afzal Khan Death ) સદાય જિવંત રાખવા માટે પ્રતાપગઢમાં ની રહેલું શિવ પ્રતાપ સ્મારક ( Shivpratap Memorial ) આપણા સૌનું ગૌરવ છે એમ મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ જણાવ્યું હતું.  મંત્રી લોઢા જ્યારે પ્રવાસન મંત્રી હતા ત્યારે તેમણે પ્રતાપગઢમાં શિવ પ્રતાપ સ્મારકના નિર્માણ માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ શિવપ્રતાપ સ્મારકમાં અફઝલખાન વધના પ્રસંગની વિશાળ પ્રતિમા જે ઉભી થવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે.  મંત્રી લોઢાએ શિલ્પકાર દીપક થોપટેનું ( Deepak Thopte ) સન્માન કર્યું હતં. આ પ્રતિમાનું ટૂંક સમયમાં જ અનાવરણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community
Mangal Prabhat Lodha Shiv Pratap Memorial under construction at Pratapgarh Pride of our history Minister Lodha

Mangal Prabhat Lodha Shiv Pratap Memorial under construction at Pratapgarh Pride of our history Minister Lodha

આ પ્રસંગે મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના ( Chhatrapati Shivaji Maharaj ) ૩૫૦ માં રાજ્યાભિષેક વર્ષ નિમિત્તે પ્રતાપગઢ ( Pratapgarh ) ગયા હતા ત્યારે આ જગ્યાએ કાયમી સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ જે.જે.સ્કૂલના સહયોગથી યોજના બનાવવામાં આવી હતી અને ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા હતા. જ્યાં શિવ સ્મારક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં મજબૂતીકરણ, સૌદર્યકરણ અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ભંડોળ આપવામાં આવ્યું હતું. હાલમાં આ કામ જોરશોરથી ચાલી રહ્યું છે. શિવ સ્મારકનું નિર્માણ એ ચૂંટણીનો મુદ્દો નથી પણ સમાજીક હિતનો વિષય છે અને તેનો વિરોધ કોઈ કરી શકે તેમ નથી. આ શિવ પ્રતાપ સ્મારક આપણું ગૌરવ છે, આપણો ભવ્ય ઇતિહાસ છે. શિવરાયના પરાક્રમને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અમે આ નિર્ણય લીધો છે. આ પ્રતિમાને સાકાર કરવા માટે સખત મહેનત કરનાર તમામને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.  આ શિવ સ્મારકને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવશે. વધુ પડતી ટીકા કર્યા વિના, દરેક વ્યક્તિએ તેની પ્રશંસા કરવી જોઈએ. આ પ્રતિમાનું અનાવરણ વિવાદનું કારણ નથી પરંતુ આનંદની ક્ષણ છે. જેમાં દરેકે ભાગ લેવો જોઈએ.

Mangal Prabhat Lodha Shiv Pratap Memorial under construction at Pratapgarh Pride of our history Minister Lodha

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024: આજથી રમતગમતનો મહાકુંભ શરૂ થશે, આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારતના મેડલની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક.. જાણો વિગતે..

જે જે સ્કૂલ ઓફ આર્ટસ દ્વારા અફઝલ ખાનની પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેના દ્વારા દીપક થોપેટની પસંદગી કરવામાં આવી હતી. પ્રતિમા બનાવવા માટે દીપક થોપટે સહિત ૧૫ લોકોની ટીમ છેલ્લા નવ મહિનાથી કામ કરી રહી હતી. અહીં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની ઊંચાઈ ૧૩ ફૂટ અને અફઝલખાનાની ઊંચાઈ ૧૫ ફૂટ છે આ પ્રતિમાનું વજન સાત થી આઠ ટન હશે આ પ્રતિમા પ્રતાપગઢ ખાતે નિર્માણ થનાર શિવ સ્મારકમાં સ્થાપિત કરવામાં આવશે. આ હેતુસર પ્રતાપગઢ ખાતે સંરક્ષણ દિવાલ નિર્માણ, માર્ગ વિકાસ, લેન્ડસ્કેપીંગ અને બ્યુટીફીકેશનના વિવિધ કામો કરવામાં આવ્યા છે. આ પ્રતિમા સાથે એમ્ફી થિયેટર અને લાઈટ એન્ડ સાઉન્ડ શો બનાવવામાં આવશે. નાગરિકો માટે અહીં ટોયલેટ બ્લોક અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version