Site icon

Mangrol Bridge Collapse : ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રની સ્પષ્ટતા કહ્યું – આ કારણે પુલ તોડવામાં આવ્યો

Mangrol Bridge Collapse : જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Mangrol Bridge Collapse Old bridge collapses during repair in Gujarat’s Junagadh district, no casualties reported

Mangrol Bridge Collapse Old bridge collapses during repair in Gujarat’s Junagadh district, no casualties reported

News Continuous Bureau | Mumbai

Mangrol Bridge Collapse :

Join Our WhatsApp Community

 જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે  બંધ કરાવવામાં આવ્યા છે.  આ પુલોમાં  સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

 

માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Amritsar Jamnagar Expressway : અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

 કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.

કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Uttarakhand Green Cess 2026: નવા વર્ષથી ઉત્તરાખંડમાં એન્ટ્રી મોંઘી: ગ્રીન સેસના નામે વસૂલાશે ચાર્જ, બાઈકથી લઈને બસ સુધીના તમામ વાહનોનું લિસ્ટ જુઓ
Mira Bhayander: મધરાતે આવ્યો વણનોતર્યો મહેમાન! મીરા-ભાઈંદરની સોસાયટીમાં દીપડાની એન્ટ્રી, 3 લોકો પર હુમલો કરતા રહેવાસીઓ ઘરમાં કેદ.
BMC Elections 2026: મુંબઈ ભાજપ એક્શન મોડમાં! BMC કબજે કરવા 20 સભ્યોની જંગી ટીમની જાહેરાત, જાણો કયા કયા દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
Exit mobile version