Site icon News Continuous Bureau | Mumbai

મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલના ઓફિસરની પત્ની-બાળક સહિત આટલા જવાનોના મોત; સર્ચ ઓપરેશન ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

મણિપુરમાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર તેમના પરિવાર અને QRT સાથે જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો.

આ ઘટનામાં કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને એક બાળક તથા QRTમાં તૈનાત 7 જવાનોના મોત થયા છે. 

ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે 

જો કે હાલમાં આ અંગે સેના તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મણિપુરના મુખ્ય પ્રધાન નોંગથોમ્બમ બિરેન સિંહે હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યને બક્ષવામાં આવશે નહીં. તે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમામ પ્રયાસ કરશે.

ભોપાલના આ રેલવે સ્ટેશનનું નામ બદલાશે, કેન્દ્રને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ; જાણો વિગતે 

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version