Site icon

Manipur Violence : મણિપુરમાં બગડતી પરિસ્થિતિ પર કેન્દ્રની નજર, ગૃહ મંત્રાલયે શાંતિ પુનઃસ્થાપિત કરવા લીધો આ મોટો નિર્ણય…

 Manipur Violence : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સતત બીજા દિવસે મણિપુરમાં સુરક્ષા સ્થિતિ અને સુરક્ષા દળોની તૈનાતીની સમીક્ષા કરી. અમિત શાહે ઉચ્ચ અધિકારીઓને જાતિ હિંસાગ્રસ્ત રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે CAPF (5000 કર્મચારીઓ)ની 50 વધુ કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ગૃહ મંત્રાલયે 13 નવેમ્બરે CAPFની 20 કંપનીઓ મણિપુર મોકલી હતી.

Manipur Violence Centre mha to send 50 more CAPF companies to state this week

Manipur Violence Centre mha to send 50 more CAPF companies to state this week

  News Continuous Bureau | Mumbai 

 Manipur Violence : મણિપુર હજુ પણ હિંસાની આગમાં સળગી રહ્યું છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બાદ જીરીબામમાં 6 લોકોના અપહરણ અને તેમના મૃતદેહો મળ્યા બાદ ભીડ અહીં હિંસક બની ગઈ છે. અનેક મંત્રીઓના ઘરો પર હુમલા થયા છે. પ્રદર્શનકારીઓએ સીએમના ઘર પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Join Our WhatsApp Community

Manipur Violence : પોલીસ દળની 50 વધારાની કંપનીઓ મોકલશે સરકાર

દરમિયાન મણિપુરમાં સતત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઇ ગઈ છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હવે અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય પોલીસ દળની 50 વધારાની કંપનીઓ રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વધારાના સૈનિકોને આવતા અઠવાડિયે મણિપુર મોકલવામાં આવી શકે છે.  

 Manipur Violence : ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

મહત્વનું છે કે અગાઉ, ગૃહ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કેન્દ્રીય દળોની 20 ટુકડીઓ મોકલી હતી. જેમાં 15 ટુકડીઓ CRPF જવાનોની હતી અને 5 ટુકડીઓ BSF જવાનની હતી. ગૃહમંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સુરક્ષા અધિકારીઓને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા સૂચના આપી હતી.

આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં સ્થિતિ ગંભીર, શાંતિ પુનઃસ્થાપિત કરવા સુરક્ષા દળોને કેન્દ્ર સરકારે આપ્યો આ નિર્દેશ…

Manipur Violence : મણિપુરમાં કેન્દ્રીય દળોની 218 ટુકડીઓ તૈનાત

ગત સપ્તાહની તૈનાતી બાદ મણિપુરમાં કેન્દ્રીય દળોની કુલ 218 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સોમવારે મણિપુરની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં મણિપુરમાં હિંસાની ચાલી રહેલી સ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version