Site icon

Police Transfer : મુંબઈ સહિત રાજ્ય પોલીસ દળમાં મોટા ફેરબદલ, ATS વડા તરીકે સદાનંદ દાતે ને નિયુક્ત કરવામાં આવ્યા. 

મુંબઈ સહિત રાજ્યના પોલીસ દળમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. 

Many senior IPS officers transferred in Maharashtra

Police Transfer : મુંબઈ સહિત રાજ્ય પોલીસ દળમાં મોટા ફેરબદલ, ATS વડા તરીકે સદાનંદ દાતે ને નિયુક્ત કરવામાં આવ્યા.

Police Transfer : મીરા ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનર સદાનંદ દાતેને એટીએસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને લક્ષ્મી ગૌતમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો છે. સત્યનારાયણ ચૌધરીને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાના જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ વિશ્વાસ નાંગરે પાટીલને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં અધિક પોલીસ મહાનિર્દેશકના પદ પર બદલી કરવામાં આવી છે. મિલિંદ ભારમ્બેને નવી મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 ગૃહ વિભાગે રાજ્ય પોલીસ દળમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે, જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બદલીની રાહ જોઈ રહ્યા હતા. મુંબઈ પોલીસ દળના ચારેય જોઈન્ટ કમિશનરોની બદલી કરવામાં આવી છે. મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સત્યનારાયણ ચૌધરીના ખભા પર સોંપવામાં આવી છે અને જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે-પાટીલને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે બદલી કરવામાં આવી છે. પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાની કમિશ્નર પદેથી અધિક પોલીસ મહાનિર્દેશક, કાયદો અને વ્યવસ્થામાં બદલી કરવામાં આવી છે. પુણે કમિશનરનું પદ ખાલી રાખવામાં આવ્યું છે. નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિન કુમાર સિંહની જગ્યાએ મિલિંદ ભારમ્બેની નિમણૂક કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  કોણ છે દુનિયાની સૌથી અમીર મહિલા, લિસ્ટમાં આ નામો પણ છે સામેલ 

કયા અધિકારીઓની બદલી કરવામાં આવી?

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version